Welcome to Krup Music. A Brand For Artists, By Artists. close ×
+

Stuti Sangrah Vol.1 | સ્તુતી સંગ્રહ – ૧

1.Introduction

સ્તુતિ એ માત્ર ગીત નહિ પણ ખરા અર્થ માં ભગવાન અને ભક્ત વચ્ચે નો વાર્તાલાપ છે જ્યાં ભક્ત પોતાના ભાવ વ્યક્ત કરે છે આક્રોશ માં રહેલો માનવી પણ ભગવાન ની સાંભળી હર્ષો-ઉલ્લાસ પામે છે

સ્તુતિ દ્વારા ભક્ત ક્યારેક વિનંતી તો ક્યારેક ફરિયાદ તો ક્યારેક ભગવાન ના ગુણ-ગાન ગઈ એમને જંખે છે સ્તુતિ એ પતિત ને તારનાર છે મુક્તિ નો માર્ગ બતાવનાર છે રાગી ને વિતરાગી બનાવનાર છે આ સ્તુતિ.

2.પ્રભુજી મારા

પ્રભુજી મારા પ્રેમ થી નમું મૂર્તિ તારી જોઇને ઠરું
અરે રે પ્રભુ પાપ મેં કર્યા શું થશે હવે ધર્મ ની કર્યા
માટે એ પ્રભુ તમને વીનું હું તારજો હવે પ્રભુજી ને સ્તવું
દીનાનાથ જી દુખ કાપજો ભવિત જીવને સુખ આપજો
આધીનાથ જી સ્વામી મારા ગુણ ગાઉં છું મિત તારા
ગુણ ગાઉં છું મિત તારા…

3. ઓમકાર બિંદુ

ઓમકાર એ એક બિંદુ થી ઉત્પન્ન થતો ઓમકાર
તેનું સંયુક્ત રૂપ એટલે જ તે ઓમકાર
જેને યોગીઓ, મુનીઓ નિત્ય નિરંતર ધ્યાન ઉપાસના માં ઉપયોગ કરતા હોય છે
કર્મ માં બંધન થી છુટકારો આપે છે મોક્ષ આપે છે એવા બીંધુ સ્વરૂપ ઓમકારને મારા નમન હો…
ઓમકારાય નામો નમઃ ઓમકારાય નામો નમઃ
ઓમકાર બિંદુ સયુક્તમ નિત્યં ધ્યાન્તી યોગીનમ
કામ-દમ મોક્ષ-દમ જૈવ    
ઓમકારાય નામો નમઃ….

ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः
ओमकार बिन्दु सयुक्तं नित्यं ध्यान्ति योगिनं
काम-दं मोक्ष्-दं जैव
ओंकाराय नमो नमः.

૪. દર્શનમ દેવ

જેના દર્શન થી પાપ નાશ થાય છે
જેના દર્શન થી સ્વર્ગ સોપાન મળે છે
જેના દર્શન થી મોક્ષ પ્રાપ્ત થાય છે
તેવા દેવો ના દેવ ને મારા નમન હો
દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ
દર્શનમ મોક્ષસાધનામ(૨)

दर्शनं देव देवस्य दर्शनं पाप नाशनं
दर्शनं स्वर्ग सोपानं
दर्शनं मोक्ष्साधनं. (२)

૫. વરસ દિવસ માં

અષાઢી મહીને ચોમાસું બેસતા અને આવતો ભાદરવો માસ લઇ આઠ દિવસો અતિ ખાસ
તો તપ-જપ પોસા કરી  હે માનવી કર આત્મા નો ઉદ્ધાર (૨)
વરસ દિવસ માં અષાઢ ચોમાસ તેહ માવલી ભાદરવો માસ (૨)
આઠ દિવસ અતિ ખાસ (૨)
પર્વ-પર્યુષણ કરો ઉલ્લાસ (૨)
અઠાઈ ધર નો કરવો ઉપવાસ (૨)
પોસહ લેજે ગુરુ પાસ. (૨)

૬. ભવો-ભવ તુમ

જન્મો જનમ તમારા ચરણો ની સેવા મળે એવું હું દેવાધિદેવ જિનેશ્વર તમારી પાસે માંગું છું
ઉદય રતન એમ કહે છે સેવક જાણી ને આમ સામે જુઓ જિનેશ્વર – ઓમકારાય નામો નમઃ
ભવો – ભવ તુમ ચરણો ની સેવા હું તો માંગું છું દેવાધિદેવા
હું તો માંગું છું દેવાધિદેવા
સામું જુઓ ને સેવક જાણી એવી ઉદય રતન ની વાણી
એવી ઉદય રતન ની વાણી.

૭. સિદ્ધ ચક્ર
અરીહંત નમો વલી સિદ્ધ નમો આચારજવાચકસાહુ નમો
દર્શન નાળ ચરિત્ર નમો તપ એ સિદ્ધ ચક્ર સદાપ્રણમો
એ સિદ્ધ ચક્ર સદાપ્રણમો
અરીહંત અનંત થયા થાશે વળી ભાવ ની ક્ષેપિ ગુણ ગાશે
પડ કપડા દેવ વંદન વિધિ શું આંબીલ તપ ગણનું ગણ વિધીશું
આંબીલ તપ ગણનું ગણ વિધીશું
ચરી પાડી જે તાપ કરશે શ્રીપલ તણી પરિભવ તરશે
સિદ્ધ ચક્ર ને કુણ આવતુલે એવા જીન આગમ ગુણ બોલે
એવા જીન આગમ ગુણ બોલે.

૮. અંગુઠે અમૃત વસે

જેના અંગુઠે અમૃત રહેલું છે તેવા જ્ઞાન ના ભંડાર મન ની ઈચ્છા પૂરી કરનાર દાતાર શ્રી ગુરુ ગૌતમ ને નિરંતર ભજે, દાતાર શ્રી ગૌતમ ને નિરંતર ભજે
અંગુઠે અમૃત વસે લગ્ધી તણા ભંડાર
ગુરુ ગૌતમ ને સમરીએ તો સદાય મન વાંચિત પડદાતા, સદાય મન વાંચિત પડદાતા.

૯. આધમે સફલમ

જેના દર્શન થી અમારો જન્મ અને અમારા કર્મ અમારા તન-મન પાવન થયા એવા જીનેશ્વર ને નમસ્કાર
દિવસ ને દિવસે જીન ભક્તિ જ અમોને મળે આ જન્મે અને ભવે-ભવ અમે ઈચ્છીએ છીએ જીન ભક્તિ જ અમોને મળે, જીન ભક્તિ જ અમોને મળે…
અધમે સફલમ જન્મ અધમે સફલા ક્રિયા
અધમે સફલમ ગાત્રમ જીનેન્દ્ર તવ દર્શનાત
જીને ભક્તિ, જીને ભક્તિ જીને ભક્તિ દિને દિને
સદા મેસ્તુ ભવે-ભવે.

अधमे सफ़लम् जन्म अधमे सफ़ला क्रिया अधमे सफ़लम् गात्रं जिनेन्द्र तव दर्शनात्
जिने भक्ति, जिने भक्ति जिने भक्ति दिने दिने
सदा मेस्तु भवे-भवे.

૧૦. શૂન્યા પૂજ્યા

હે જીન ભક્ત તે સાંભળ્યા હશે કોક ક્ષણે પ્રભુ ને નીરખ્યા હશે પણ હે જગત બંધુ તે કોઈ દિવસ ભક્તિ ભાવે પ્રભુ ને ચિત્ત માં ધર્યા ની હોય તે જ કારણે આ દુખ ભર્યા સંસાર માં તારા જેવા પામર પ્રાણી ને દુખ ભર્યા સંસાર માં થી રસ્તો જરૂર જડે પણ જેને ભક્તિ માં ભાવ જ ન હોય તેને તે ભક્તિ ન જ ફળે.
સુડ્યા હશે પૂજ્યા હશે નીરખ્યા હશે પણ કોક ક્ષણે
હે જગતબંધુ ચિત્ત માં ધાર્યા નહિ ભક્તિ પણે
જન્મ્યા પ્રભુ તે કારણે દુખ પાત્ર હું સંસાર માં
હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ સુણ્યાચાર માં
જે ભાવ સુણ્યાચાર માં..No Response

Leave us a comment


No comment posted yet.

Leave a Reply